wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


પુનર્નિયમ પ્રકરણ 23
  • 1 “જો કોઈ વ્યકિતના વૃષણ ઘાયલ થયા હોય અથવા જેની જનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાની સભામાં દાખલ થવા દેવો નહિ.
  • 2 વ્યભિચારથી જન્મેલ પોતે તથા તેની દશ પેઢી સુધી તેના કોઈ પણ વંશજને પણ યહોવાની સભામાં દાખલ ન કરવો.
  • 3 “કોઇ આમ્મોનીને કે મોઆબીને અથવા દશ પેઢીના તેમના કોઈ પણ વંશજને યહોવાની ઉપાસના માંટેની સભામાં દાખલ ન કરવાં;
  • 4 આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.
  • 5 પરંતુ તમાંરા દેવ યહોવાએ બલામની વાત સાંભળી નહિ અને તેના શાપને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યો કારણકે તમાંરા દેવ યહોવાને તમાંરા પર પ્રેમ હતો.
  • 6 તમે જીવનભર આમ્મોનીઓ અને મોઆબીઓની સાથે શંાતિ જાળવશો નહિ.
  • 7 “પરંતુ અદોમીઓ અને મિસરવાસીઓ પ્રત્યે એવો વ્યવહાર રાખશો નહિ; અદોમીઓ તમાંરા ભાઈઓ છે અને મિસરવાસીઓ વચ્ચે તમે રહ્યા છો.
  • 8 તેઓના વંશજોની ત્રીજી પેઢી એટલે કે અદોમીઓ અને મિસરવાસીઓના પૌત્રો-પ્રપૌત્રો યહોવાની ઉપાસના કરવા એકઠી થયેલી સભામાં જોડાઇ શકે.
  • 9 “જયારે તમે કોઈ દુશ્મન સાથે યુદ્ધના સમયે છાવણીમાં રહેતા હોય ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
  • 10 જો તમાંરામાંથી કોઈ વ્યકિત રાત્રે વીર્યપાત થવાથી અશુદ્વ થયો હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને સાંજ સુધી અંદર પાછા ન ફરવું.
  • 11 સાંજે સૂર્યાસ્ત પછી તેણે સ્નાન કરવું અને તે પછી છાવણીમાં પાછા આવવું.
  • 12 “કુદરતી હાજત માંટેનો વિસ્તાર છાવણીની બહાર હોવો જોઈએ.
  • 13 કુદરતી હાજતે જતી વખતે સાથે પાવડો રાખવો, અને દર વખતે તમાંરે ખાડો ખોદીને મળને માંટી વડે ઢાંકી દેવો.
  • 14 “તમાંરા દેવ યહોવા તમાંરું રક્ષણ કરવા તથા દુશ્મનોથી તમને ઉગારવા છાવણીમાં ફરે છે. માંટે તમાંરે છાવણીને શુદ્વ રાખવી. તમાંરી છાવણીમાં કોઈ અશુદ્વ વસ્તુ એમની નજરે ચડવી જોઈએ નહિ, નહિ તો તે તમાંરો ત્યાગ કરશે.
  • 15 “કોઈ ગુલામ તેના માંલિકને છોડીને રક્ષણ માંટે તમાંરી પાસે ભાગીને આવે તો તેને પાછો ન મોકલો.
  • 16 તમાંરા નગરોમાંથી એને જયાં ગમે ત્યાં રહેવા દેવો, અને તમાંરે તેને રંજાડવો નહિ.
  • 17 “મંદિરમાં કામ કરતી કોઈ પણ ઇસ્રાએલી વ્યકિત વારાંગનાવૃતિ આચરશે નહિ.
  • 18 દેવદાસ કે દેવદાસીના વારાંગનાવૃતિથી થતી કમાંણીના પૈસા કોઇપણ કારણે દેવ યહોવાના પવિત્રસ્થાનમાં લાવવા નહિ; કારણ કે, વારાંગનાવૃતિને તમાંરા દેવ યહોવા ધિક્કારે છે. તે પૈસાને યહોવાને કરેલા કોઇ પણ સમની કિંમત ભરવા ન વાપરવા.
  • 19 “તમે તમાંરા ઇસ્રાએલી જાતિબંધુને નાણાં, અનાજ કે બીજું કાંઈ ધીરો ત્યારે તેના પર વ્યાજ લેવું નહિ.
  • 20 પરંતુ તમે જો કોઈ વિદેશીને કંઈ ધીરો તો તેના પર વ્યાજ લઈ શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી જાતિબંધુ પાસે વ્યાજ લેવું નહિ, તેથી તમાંરા દેવ યહોવા તમને, તમે જે ભૂમિમાં પ્રવેશ કરનાર છો તેમાં બધાં કાર્યોમાં લાભ આપશે.
  • 21 “જો તમે તમાંરા દેવ યહોવાની કોઈ બાબત માંટે બાધા રાખી હોય તો તે પૂર્ણ કરાવામાં વિલંબ ન કરો, કારણ કે બાધા કે પ્રતિજ્ઞા માંટે યહોવા તમને જ જવાબદાર ગણશે.
  • 22 પ્રતિજ્ઞા કે બાધા ન લેવી એ કોઈ પાપ નથી.
  • 23 પરંતુ જો તમે સ્વેચ્છાએ તમાંરે માંથે તમાંરા દેવ યહોવાની બાધા રાખો તો પછી તમાંરે તે પૂર્ણ કરવી જ રહી.
  • 24 “જયારે તમે બીજાની દ્રાક્ષની વાડીમાંથી પસાર થતાં હોય ત્યારે જોઈએ તેટલી દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ કોઈ પાત્રમાં ભરીને તમે લઈ જાઓ નહિ,
  • 25 તેવું જ બીજાના ખેતરમાંના અનાજ સંબંધી છે. કોઈના ઊભા પાકમાં થઈને પસાર થતાં તમે હાથ વડે કણસલાં તોડીને એકાદ મુઠ્ઠી અનાજ ખાઈ શકો પણ તેના પાકને દાંતરડા વડે કાપી શકો નહિ.