wheel

AJC Publications and Media Portal

 

But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things,
and bring all things to your remembrance, whatsoever I have said unto you. John 14:26


યર્મિયાનો વિલાપપ્રકરણ 23
  • 1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
  • 2 તેમણે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, બે બહેનો હતી.
  • 3 તેઓ યુવાન હતી ત્યારે મિસરમાં રહેતી હતી જે વારાંગના બની ગઇ હતી, ત્યાં જ તેમને ચુંબન, આલિંગન અને સ્તનોના મર્દનનો અનુભવ થઇ ચૂક્યો હતો અને તેમનું કૌમાર્ય હરાઇ ચૂક્યું હતું.
  • 4 મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ.
  • 5 “ઓહલાહ મારી થઇ હતી, છતાં તેણે વારાંગનાવૃત્તિ ચાલુ રાખી. તે આશ્શૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી.
  • 6 એ બધા જુવાન હતા, રૂપાળા હતા અને જાંબલી રંગના પોશાકમાં શોભતા હતા. કોઇ લશ્કરી અમલદાર હતા. કોઇ અધિકારીઓ હતા, કોઇ ઘોડેસવાર હતા.
  • 7 તેથી તેણે પસંદ કરેલા આશ્શૂરી પુરુષો સાથે વ્યભિચારનું પાપ કર્યું. તેણીએ તેઓની મલિન મૂર્તિઓની પૂજા કરીને પોતાની જાતને અશુદ્ધ કરી.
  • 8 મિસરમાં તેણે વારાંગનાવૃત્તિ શરૂ કરી હતી, ત્યાં તે નાની હતી ત્યારથી જ માણસો તેની સાથે સૂતા અને તેને ચુંબન, આલિંગન કરી તેની સાથે વ્યભિચાર કરતાં અને એ જ તેણે ચાલુ રાખ્યું.
  • 9 તેથી મેં તેણીને આશ્શૂરીના માણસના હાથમાં સોંપી દીધી જેઓ માટે તેણી તલસતી હતી.
  • 10 તેઓએ તેના કપડાં ઉતારી લીધા. તેને મારી નાખી અને તેના સંતાનોને પોતાના ગુલામો તરીકે લઇ ગયા. તે એક પાપી સ્ત્રી તરીકે સમગ્ર દેશની સ્ત્રીઓમાં કુખ્યાત બની. કારણ કે તેના આચરણ પ્રમાણે તેને યોગ્ય શિક્ષા થઇ હતી.
  • 11 “તેની બહેન ઓહલીબાહે આ બધું જોયું હતું તેમ છતાં તે વધુ કામાસકત નીકળી અને વારાંગનાવૃત્તિમાં તેની બહેન કરતાં પણ ષ્ટ થઇ.
  • 12 તે આશ્શૂરના ઉમરાવો અને સેનાપતિઓ ભભકાદાર પોશાક પહેરેલા સૈનિકો અને ઘોડેસવારો ઉપર મોહી પડી. એ બધા રૂપાળા જુવાનો હતા.
  • 13 મેં જોયું કે તે તેની મોટી બહેનના પગલે જ ચાલતી હતી અને તેના જેવા જ અધમ કૃત્યો તે આચરતી હતી.
  • 14 “તેણે વધુને વધુ વ્યભિચાર કર્યો કારણ કે તેણે ભીત ઉપર સિંદૂરથી ચિતરેલા બાબિલના અમલદારોના ચિત્રો જોયાં.
  • 15 તેમણે કમરે કમરબંધ અને માથે સુંદર સાફા બાંધેલા હતા. એ બધા જ અધિકારીઓ તરીકે ઉત્તમ લાગતાં હતાં. તેઓ બાબિલના ગૌરવ અને ખાલદીયોના વતની જેવા સુંદર લાગતા હતા.
  • 16 જ્યારે તેણે આ ચિત્રો જોયાં ત્યારે તે આ ચિત્રોમાંના પુરુષો માટે ઝંખવા લાગી અને તેઓ પોતાની પાસે આવે માટે તેમને બોલાવવા માટે બાબિલ સંદેશાવાહકો મોકલ્યા.
  • 17 બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઇને પથારીમાં સુઇ ગયા જેમકે તે વારાંગના હોય અને તેમ તેને ષ્ટ કરી અને તેણી ખીજવાઇને તેમનાથી દૂર નાસી ગઇ .
  • 18 “આમ તે ઉઘાડેછોગ વ્યભિચાર કરતી હતી તેથી છેલ્લે હું તેની બહેનથી કંટાળી ગયો હતો તેટલો જ તેનાથી કંટાળી ગયો.
  • 19 તે વારાંગનાવૃત્તિમાં આગળને આગળ વધતી ગઇ, અને પોતે જુવાન હતી ત્યારે મિસરમાં જેમ વારાંગનાવૃત્તિ કરતી હતી તેમ કરવા લાગી.
  • 20 તેણી પોતાના મિસરના પ્રેમીઓને ઝંખતી હતી જેમની પુરુષ ઇદ્રિયો ગધેડાની ઇદ્રિયો જેવી હતી અને જેઓ ઘોડાઓની જેમ વીર્યસ્ત્રાવ કરતાં હતાં.
  • 21 “તારી જુવાનીમાં મિસરમાં તું વ્યભિચારમાં ડૂબેલી રહેતી હતી અને દેહસુખ માણ્યા કરતી હતી, એ બધું તારે પાછું માણવું હતું.
  • 22 આથી, ઓહલીબાહ, હું યહોવા માલિક, કહું છું કે, ‘તારા જે પ્રેમીઓથી તું કંટાળી ગઇ છે તેમને જ હું તારી સામે ઉશ્કેરીશ અને ચારેબાજુથી તને ઘેરી વળવા તેમને ભેગા કરીશ.
  • 23 હું બધા બાબિલવાસીઓને અને ખાલદીવાસીઓને તથા પકોદ, શોઆને અને કોઆના માણસોને, તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા રૂપાળા જુવાનોને, રાજ્યપાલોને અને ઉમરાવોને, રથના સારથીઓને અને ઘોડેસવારોને ભેગા કરીશ.
  • 24 તેઓ તારી વિરુદ્ધ રથો, ગાડાં અને વિશાળ સૈન્ય સાથે શિરસ્ત્રાણ ઢાલ અને ભાલા સાથે તારી ઉપર આક્રમણ કરવા ચઢી આવશે, તેઓ શસ્ત્રસજ્જ માણસો વડે તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓ સમક્ષ મારી બાબત રજૂ કરીશ અને તેઓને યોગ્ય લાગે તેવો વર્તાવ તેઓ તારી સાથે કરશે.
  • 25 હું તારા પર રોષે ભરાયો છું. તેથી તેઓ તારા પર રોષ ઉતારશે. તેઓ તારા નાક કાન કાપી નાખશે, તેઓ તારા પુત્ર-પુત્રીને તારી પાસેથી લઇ લેશે. અને બાકીનું બધું અગ્નિમાં ભક્ષ્મ થઇ જશે.
  • 26 તેઓ તારા સુંદર પોશાક અને આભૂષણો તારી પાસેથી છીનવી લેશે.
  • 27 હું તારા સપનાઓનો અને મિસરમાં શરૂ કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. એટલે તું હવેથી તેઓને ક્યારેય તારી આંખોથી લલચાવી નહિ શકે.”‘
  • 28 યહોવા મારા માલિક કહે છે: “જે લોકોને તું ધિક્કારે છે અને જેમનાથી તું કંટાળી ગઇ છે તેમના હાથમાં હું તને સુપ્રત કરીશ.
  • 29 અને તેઓ તને ધિક્કારે છે એટલે તેઓ તારા પરિશ્રમની કમાણી ઝૂંટવી લેશે અને તને બિલકુલ ઉઘાડી અને નગ્ન કરી મૂકશે. આમ, તું વારાંગના તરીકે ઉઘાડી પડી જઇશ.
  • 30 તેં બીજી પ્રજાઓના દેવોની પૂજા કરી અને તેઓની મૂર્તિઓથી તે પોતાને અપવિત્ર કરી છે માટે આ સર્વ વિપત્તિઓ તારા પર લાવવામાં આવશે.
  • 31 તું તારી બહેનને પગલે ચાલી છે એટલે હું તને તેનો જ પ્યાલો આપીશ.”
  • 32 યહોવા મારા માલિકના આ વચન છે:“તારે તારી બહેનનો પ્યાલો પીવો પડશે, એ પ્યાલો ઉંચો છે અને ઊંડો છે. એ ઉપહાર અને મશ્કરીથી છલોછલ ભરેલો છે.
  • 33 એ તારાજી અને વિનાશનો પ્યાલો તને છાકટી અને દુ:ખી બનાવી દેશે.
  • 34 તું તારી બહેન સમરૂનનો પ્યાલો આખો ગટગટાવી જશે અને પછી તેને ભાંગી નાખી તેના કટકા વડે તારા સ્તન કાપી નાખશે.
  • 35 “‘આ યહોવા મારા માલિકના વચન છે, તું મને ભૂલી ગઇ હતી અને મારી તરફ તેં તારી પીઠ ફેરવી. તેથી તારાં સર્વ પાપ, લંપટતા અને વ્યભિચારની શિક્ષા તારે સહન કરવી પડશે.”‘
  • 36 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઓહલાહ અને ઓહલીબાહનો ન્યાય તોળવાને તૈયાર છે? તો તેમણે જે શરમજનક કૃત્યો કર્યા છે તેનો તેમના ઉપર આરોપ મૂક.
  • 37 તેમણે વ્યભિચાર કર્યો છે, ખૂન કર્યા છે; તેમણે મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારાથી તેમને થયેલા બાળકોનો તેમની આગળ ભોગ આપ્યો છે.
  • 38 વળી તેઓએ મારી વિરુદ્ધ આ કર્યું છે; એ જ દિવસે તેઓએ મારા મંદિરને મારા ખાસ વિશ્રામવારની સાથે અશુદ્ધ કર્યુ.
  • 39 કારણ કે પોતાનાં બાળકોનો મૂર્તિઓને ભોગ ચઢાવ્યા પછી તે જ દિવસે તેઓ મારા મંદિરમાં પ્રવેશ્યા અને તેને અશુદ્ધ કર્યું છે. આ તેમણે મારા પોતાના જ મંદિરમાં કર્યું છે!
  • 40 “વળી એમણે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે તમે તેઓનું સ્વાગત કર્યું. તમે સ્નાન કર્યું, આંખોમાં કાજળ આંજયું અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા.
  • 41 પછી તે દબદબાભર્યા પલંગ ઉપર બેઠી અને સામે બાજઠ મૂક્યો. બાજઠ ઉપર તેમણે મેં આપેલો ધૂપ અને મેં આપેલું તેલ મૂક્યું.
  • 42 “તમારા ઓરડામાંથી મોટી ઉજાણીના અવાજો સંભળાતા હતા. અને તમે રણમાંથી વંઠેલ સ્ત્રીઓ લાવ્યાં હતાં અને તમે તેમના હાથોમાં બંગડીઓ પહેરાવી હતી અને તેઓના માથે સુંદર મુગટો મૂક્યા હતા.
  • 43 પછી મને વિચાર આવ્યો, ‘આ લોકો વારાંગનાવૃત્તિ કરી કરીને વૃધ્ધ થઇ ગયેલી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરી રહ્યા છે.’
  • 44 માણસો વારાંગના પાસે જાય તેમ તેઓ તેમની પાસે જવા લાગ્યા, અને તેમણે એ વંઠેલ સ્ત્રીઓ ઓહલાહ અને ઓહલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું છે.
  • 45 “પણ સદાચારી માણસો તો તેમને વ્યભિચાર અને ખૂનના પાપોને કારણે સજા કરશે, કારણ, એ લોકોએ વ્યભિચારનું પાપ આચર્યુ છે અને એમના હાથ લોહીથી ખરડાયેલા છે.”
  • 46 આ યહોવા મારા માલિકના વચન છે: “એમના ઉપર ત્રાસ ગુજારવા માટે અને એમને લૂંટી લેવા માટે લશ્કરની ટુકડી લઇ આવો.
  • 47 તે લશ્કરની ટુકડી તેમને ઇંટાળી કરશે અને તરવારોથી તેમનો અને તેમનાં પુત્રો તથા પુત્રીઓનો સંહાર કરશે. અને તેમના ઘરોને બાળી મૂકશે.
  • 48 આમ, સમગ્ર દેશમાંથી હું કામાચારનો અંત લાવીશ અને તમને બે બહેનોને જોઇને બધી સ્ત્રીઓ ચેતશે અને તમારી જેમ વ્યભિચાર નહિ કરે. કારણ કે વ્યભિચારનું અનુકરણ ન કરવાની શિખામણ તેમને મળશે.
  • 49 તમારા વ્યભિચારના અને મૂર્તિપૂજાના પાપ માટે તમને સજા થશે, અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા અને માલિક છું.”