- 1 યહોવા સમક્ષ ધૂપ અર્પણ કરતી વખતે હારુનના બે પુત્રો અવસાન પામ્યા.
- 2 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને ચેતવણી આપ કે, તેણે પરમ પવિત્રસ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના ઢાંકણ સમક્ષ ઠરાવેલા સમયે જ પ્રવેશ કરવો, નહિ તો તેનું મૃત્યુ થશે. કારણ કે તે ઢાંકણના પરના ભાગમાં વાદળરૂપે હું દર્શન દઉ છું.
- 3 “ત્યાં તેને પ્રવેશ કરવા માંટેની શરતો: તેણે પાપાર્થાર્પણ માંટે એક વાછરડો તથા દહનાર્પણ તરીકે એક ઘેટો લાવવો અને પછી જ પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવો.
- 4 તેણે શણનો પવિત્ર અંગરખો અને પાયજામો પહેરવો તથા કમરે શણનો કમરપટો બાંધવો અને માંથે શણનો ફેંટો બાંધવો. આ બધાં પવિત્ર વસ્ત્રો છે. તેથી એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
- 5 “ઇસ્રાએલી પ્રજાએ તેઓના પાપાર્થાર્પણ માંટે બે બકરા તથા દહનાર્પણ તરીકે એક ઘેટો આપવો.
- 6 તેણે પોતાના પાપાર્થાર્પણ માંટે યહોવાની સમક્ષ વાછરડાને વધેરવું અને પોતાના અને પોતાના પરિવારના પાપની પ્રાયશ્ચિતવિધિ કરવી.
- 7 “ત્યાર પછી તેણે પેલા બે બકરાઓ લઈને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સમક્ષ રજૂ કરવા.
- 8 પછી તેણે ચિઠ્ઠી ઉપાડીને એ બકરામાંથી એક યહોવાને માંટે અને એક અઝાઝેલ માંટે નક્કી કરવો.
- 9 “યહોવા માંટે નક્કી થયેલ બકરો તેણે પાપાર્થાર્પણ તરીકે ચઢાવવો.
- 10 પરંતુ તેણે અઝાઝેલ માંટે પોતે પસંદ કરેલા બીજા બકરાને લાવવો અને તેને જીવતો યહોવાની સમક્ષ મૂકવો, પછી તેની પ્રાયશ્ચિતવિધિ કરીને તેને બીજા લોકોના પાપોને ધરનાર તરીકે અઝાઝેલ પાસે અરણ્યમાં મોકલવો.
- 11 “હારુનને પોતાના અને પોતાના પરિવારના પાપાર્થાર્પણને માંટે વાછરડો ધરાવીને પ્રાયશ્ચિત વિધિ કરવો અને તેને વધેરવો.
- 12 પછી તેણે એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા લેવા, અને બે મૂઠી ઝીણો દળેલો ધૂપ લેવો, અને તેને પડદાની પાછળ ઓરડીમાં લઈ જવાં.
- 13 પછી યહોવા સમક્ષ અંગારા ઉપર ધૂપ નાખવો જેથી કરાર ઉપરનું ઢાંકણ ધુમાંડાથી ઢંકાઈ જશે અને પોતે તેને જોવા નહિ પામે, અને મરી નહિ જાય.
- 14 ત્યાર પછી તેણે વાછરડાના લોહીમાંથી થોડું લોહી ઢાંકણની પૂર્વ બાજુએ આંગળી વતી છાંટવું અને ઢાંકણની સામે તેણે આંગળી વતી સાત વાર લોહીના છાંટા નાખવા.
- 15 “ત્યાર પછી તેણે લોકોના પાપાર્થાર્પણના બકરાનું બલિદાન કરવું અને તેનું લોહી પડદાની અંદરની બાજુ લાવવું અને વાછરડાના લોહીની જેમ મંજૂષાના ઢાંકણ ઉપર અને તેની સામે છાંટવું.
- 16 આ રીતે તેણે ઇસ્રાએલીઓની શુદ્ધિથી તેમના અપરાધો અને તેમનાં પાપોથી પરમ પવિત્રસ્થાન ને મુકત કરવા; પ્રાયશ્ચિતવિધિ કરવી, એજ રીતે તેણે ઇસ્રાએલીઓની વસ્તીની વચમાં આવેલો હોવાને કારણે મુલાકાતમંડપને લાગેલી અશુદ્ધિઓની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવી.
- 17 “હારુન પ્રાયશ્ચિત કરવા માંટે પરમ પવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પાછો આવે ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો. પોતાના માંટે, પોતાના પરિવારને માંટે તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિત વિધિ પતાવ્યા બાદ
- 18 બહાર આવીને તેણે યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેનો પણ પ્રાયશ્ચિત વિધિ કરવો. તેણે વાછરડાના અને બકરાના લોહીમાંથી થોડું થોડું લઈને વેદીનાં ટોચકાંઓને લગાડવું
- 19 એ લોહીમાંથી આંગળી વડે તેણે વેદી ઉપર સાત વખત છાંટા નાખવા, આ રીતે તેણે ઇસ્રાએલીઓની અશુદ્ધિથી મુકત કરી તેને પવિત્ર કરવી.
- 20 “પરમ પવિત્ર સ્થાનની, મુલાકાતમંડપની અને વેદીની શુદ્ધિ પતી ગયા પછી તેણે જીવતો રહેલો બકરો લાવવો.
- 21 અને પછી હારુનને તેના માંથા પર હાથ મૂકીને ઇસ્રાએલીઓના બધા દોષ, બધા અપરાધ, અને બધાં પાપ કબૂલ કરવાં અને તે બધાં એ બકરાંને માંથે નાખવાં, અને તે પછી તેણે આ કામ માંટે નક્કી કરેલા માંણસ સાથે તે બકરાને રણમાં મોકલી આપવો.
- 22 પછી તે બકરો લોકોનાં સર્વ પાપ, જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે, અને આ માંણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.
- 23 “હારુનને બકરાને નિર્જન અરણ્યમાં છોડી દીધા બાદ મુલાકાતમંડપમાં પાછા આવીને પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે ધારણ કરેલાં શણનાં વસ્ત્રો કાઢી નાખવાં, અને ત્યાં જ રહેવા દેવા.
- 24 અને એક પવિત્ર સ્થાનમાં સ્નાન કરીને પોતાનાં બીજાં વસ્ત્રો ધારણ કરીને બહાર જઈ પોતાના અને લોકોના દહનાર્પણ અર્પણ કરવા, આ રીતે તે પોતાને અને લોકોને શુદ્ધ કરશે.
- 25 તેણે પાપાર્થાર્પણની ચરબી વેદીમાં હોમી દેવી.
- 26 “અઝાઝેલ માંટેના બકરાને લઈ જનાર માંણસે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કરવું, ત્યાર પછી જ તે છાવણીમાં પાછો આવી શકે.
- 27 “પછી પાપાર્થાર્પણ તરીકે ધરાવેલા વાછરડાને અને બકરાંને-જેમનું લોહી પ્રાયશ્ચિતવિધિ માંટે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું, તેમને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવાં.
- 28 આ બધું બાળનાર માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.
- 29 “નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.
- 30 તે દિવસે તમને શુદ્ધ કરવા માંટે પ્રાયશ્ચિત વિધિ કરવામાં આવશે; તમાંરે યહોવાની દ્રષ્ટિએ બધાં પાપોથી શુદ્ધ થવાનું છે.
- 31 તમાંરા માંટે તે બહુ ખાસ વિશ્રામનો દિવસ છે. તમાંરે ઉપવાસ કરવાનો છે અને કંઈ કામ કરવાનું નથી. આ કાયમ માંટેનો નિયમ છે.
- 32 “આ પ્રાયશ્ચિતવિધિ મુખ્ય યાજકે જે તેના પિતાના સ્થાને વિધિપૂર્વક દીક્ષિત કરવામાં આવ્યો હોય તેણે કરવો, તે યાજકે પવિત્ર શણના કપડા પહેરવા.
- 33 તેણે શણનાં પવિત્ર વસ્ત્રો ધારણ કરવાં અને પરમ પવિત્રસ્થાનને માંટે, મુલાકાતમંડપને માંટે, વેદી માંટે, યાજકો માંટે, તથા લોકોના સમગ્ર સમાંજ માંટે પ્રાયશ્ચિતવિધિ કરવો.
- 34 આ કાયમી નિયમ છે, પ્રતિવર્ષ આ રીતે એક વખત ઇસ્રાએલીઓનાં પાપો માંટે પ્રાયશ્ચિત કરવું.”યહોવાએ મૂસાને આપેલી આ સર્વ આજ્ઞાનો હારુને અમલ કર્યો.
Leviticus 16
- Details
- Parent Category: Old Testament
- Category: Leviticus
લેવીય પ્રકરણ 16