- 1 યહોવાએ મૂસાને કહ્યું,
- 2 “તું હારુનને તેના પુત્રોને તેમજ બધા ઇસ્રાએલીઓને આ પ્રમાંણે જણાવ: યહોવાએ આ મુજબ જણાવ્યું છે.
- 3 જો કોઈ ઇસ્રાએલી પહેલા મુલાકાતમંડપનાં પ્રવેશદ્વાર એટલે કે યહોવાના પવિત્ર મંડપ આગળ બળદ, હલવાન અથવા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે, તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે; તેને સમાંજમાંથી જુદો કરવો.
- 4
- 5 આ નિમય આપવામાં આવ્યો જેથી ઇસ્રાએલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓએ તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવાં,
- 6 અને યાજકે અર્પણનું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યહોવાની વેદી પર છાંટવું અને ચરબી વેદીમાં હોમી દેવી. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
- 7 તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે.
- 8 “જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે રહેતો વિદેશી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાને ધરાવ્યા વગર દહનાર્પણ કે બીજો કોઈ યજ્ઞ ચઢાવે,
- 9 તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
- 10 “અને જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે, તો હું (દેવ) તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ. કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે.
- 11 કારણ કે શરીરનો જીવ લોહીમાં છે અને મેં તમને તે લોહીને વેદી પર રેડવાના કાયદા આપ્યા છે. આ તમાંરે પોતાની શુદ્ધિ માંટે કરવાનું છે. તમાંરે તે લોહી મને જીવની કિંમત તરીકે આપવાનું છે.
- 12 ઇસ્રાએલના લોકોને આપવામાં આવેલી આ આજ્ઞા પાછળનું કારણ એ છે કે તે લોકો કે તેઓમાં વસતો કોઈ વિદેશી લોહીનો ખોરાકમાં ઉપયોગ ન કરે.
- 13 “જે કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી ખાદ્ય પક્ષીનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું લોહી વહી જવા દેવું. અને તેના પર માંટી ઢાંકી દેવી.
- 14 કારણ કે લોહીમાં તેનો જીવ છે, તેથી જ મેં ઇસ્રાએલની પ્રજાને કહ્યું છે કે કદાપિ રકત ખાવું નહિ, કેમકે દરેક પ્રાણી અને પક્ષીનો જીવ તેના લોહીમાં છે, તેથી જો કોઈ ખાય તો તેનો સામાંજિક બહિષ્કાર કરવો જોઈએ.
- 15 “જે કોઈ ઇસ્રાએલી કે વિદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલું અથવા જંગલી પ્રાણીઓ માંરી નાખેલું પ્રાણી ખાય તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય તેથી કશાને અડવું નહિ.
- 16 પછીથી જ તે શુદ્ધ જાહેર થશે, જો તે પોતાનાં વસ્ત્રો ધોઈ ન નાખે અને સ્નાન ન કરે, તો તેનું પરિણામ તેને માંથે, તેને પાપની સજા ભોગવવી પડે.
Leviticus 17
- Details
- Parent Category: Old Testament
- Category: Leviticus
લેવીય પ્રકરણ 17